ઇતિહાસ
વલસાડ, ઐતિહાસિક રીતે બુલસર તરીકે જાણીતું હતું. તે વલસાડ જિલ્લાનું જિલ્લા મથક છે. વલસાડ નામ ગુજરાતી ભાષાના વડ-સાલ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ વડના વૃક્ષો દ્વારા અવરોધિત છે. વલસાડ જિલ્લો ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ પૈકીનો એક છે. તે વિશિષ્ટ રીતે મહારાષ્ટ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે તેની સરહદો વહેંચે છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું વહીવટી પાટનગર વલસાડ છે અને તેનું મોટું શહેર વાપી છે. વર્ષ ૧૯૬૦ માં બોમ્બે રાજ્યના વિભાજન પછી, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. તે સમયે વલસાડ સુરત જિલ્લાનો પેટા વિભાગ હતો. ૧ જૂન, ૧૯૬૪ ના રોજ વલસાડ જિલ્લો સુરતથી અલગ થયો હતો. તે સમયે વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગાંવ, નાવસારી, વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકા હતા. ફરીથી ૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ, વલસાડમાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો.
વલસાડ નજીક તિથલ તરીકે ઓળખાતો બીચ છે. વલસાડને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વલસાડ એ પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈનું મૂળ વતન પણ છે. ધરાસણા નામનું ઐતિહાસિક સ્થળ વલસાડમાં આવેલું છે, જ્યાં મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૩૦ માં મીઠાના કર સામે ચળવળનો અંત આણ્યો હતો.
શરૂઆતમાં, વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગાંવ આ જિલ્લાના એકમાત્ર મુખ્ય તાલુકા હતા અને તે તમામમાં સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સંપૂર્ણ સમયની અદાલતો હતી. અધિક જિલ્લા અને સેશન્સ જજની સંપૂર્ણ સમયની અદાલતોના તાલુકાઓના વિભાજનને કારણે, તાલુકાઓમાં સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની સ્થાપના કરવામાં આવી છે. તાલુકા અદાલતોના ઉદઘાટનની વિગતો કોષ્ટક સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે.
ક્રમ | તાલુકાનું નામ | ન્યાયાલયની સ્થાપના નું નામ | ન્યાયાલયની સ્થાપનાની તારીખ |
---|---|---|---|
1 | વલસાડ | પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એ.સી.જે.એમ | ૦૬.૦૨.૧૯૭૮ |
2 | કપરાડા | પ્રિન્સિપાલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી | ૨૭.૦૩.૨૦૦૯ |
3 | વાપી | પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એ.સી.જે.એમ | ૧૫.૦૮.૨૦૧૫ |
4 | ઉમરગામ | પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એ.સી.જે.એમ | ૧૪.૦૫.૨૦૧૮ |
5 | વાપી | અધીક જીલ્લા અને અધીક સત્ર ન્યાયાધીશ | ૩૧.૦૧.૨૦૨૦ |
6 | ધરમપુર | અધીક જીલ્લા અને અધીક સત્ર ન્યાયાધીશ | ૩૧.૦૧.૨૦૨૦ |